ઈરાકમાં અમેરિકાની વધુ એક એર સ્ટ્રાઈક, ઈરાન સમર્થક મિલિશિયા કાફલાના 6 લોકો જીવતા ભૂંજાયા

અમેરિકા (America) એ ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ને ડ્રોન હુમલામાં મારી નાખ્યાના એક દિવસ બાદ આજે ફરીથી હવાઈ હુમલો કરીને 6 લોકોના મોત નિપજાવ્યાં છે.

ઈરાકમાં અમેરિકાની વધુ એક એર સ્ટ્રાઈક, ઈરાન સમર્થક મિલિશિયા કાફલાના 6 લોકો જીવતા ભૂંજાયા

બગદાદ: અમેરિકા (America) એ ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ને ડ્રોન હુમલામાં મારી નાખ્યાના એક દિવસ બાદ આજે ફરીથી હવાઈ હુમલો કરીને 6 લોકોના મોત નિપજાવ્યાં છે. આ હુમલો બગદાદના ઉત્તર વિસ્તારમાં તાજી રોડ પાસે થયો છે. જ્યાં બિન અમેરિકી સેનાઓનો બેસ છે ત્યાં આ રસ્તો જાય છે. હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકો ઈરાન સમર્થક મિલિશિયા હશ્દ અલગ શાબીના હોવાનું કહેવાય છે. હશ્દ અલ શાબી ઈરાન સમર્થક પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સિસનું બીજું નામ છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ મિલિશિયા( Iraqi militia) ના 3માથી 2 વાહનોમાં આગની લપેટો જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું છે કે હવાઈ હુમલામાં આ વાહનોમાં સવાર લોકો જીવતા ભૂંજાઈ ગયાં. આ હુમલો સ્થાનિક સમય મુજબ રાતે લગભગ 1:12 વાગે થયો. અપુષ્ટ સૂત્રોના જણાવ્યામ મુજબ આ હુમલામાં પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સિસના એક મોટા નેતાનું પણ મોત થયું છે. જો કે હજુ તેને સત્તાવાર સમર્થન મળ્યું નથી. 

— ANI (@ANI) January 3, 2020

પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સને નિશાન બનાવાઈ
આ અગાઉ અમેરિકાએ ગુરુવારે મોડી રાતે ઈરાકની રાજધાની બગદાદમાં હુમલો કરીને ઈરાનના અત્યંત શક્તિશાળી કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ આગળ વધી રહ્યો હતો અને આ દરમિયાન અમેરિકાએ હવાઈ હુમલો કર્યો હતો. અન્ય બીજા હુમલામાં ઈરાન સમર્થિત પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબુ મેહદી અલ મુહાંદિસ પણ માર્યા ગયા હોવાનું કહેવાય છે. 

જુઓ LIVE TV

હવે અમેરિકાએ એક પછી એક પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સને નિશાન બનાવી છે. આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમનો દેશ ઈરાન સાથે યુદ્ધ શરૂ કરવા ઈચ્છતો નથી પરંતુ જો ઈસ્લામિક દેશે કોઈ જવાબી કાર્યવાહી કરી તો અમેરિકા તેને પહોંચી વળવા માટે બરાબર તૈયાર છે. ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકાનો આ બીજો હુમલો જોવા મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news